ટ્રક ડ્રાઈવર્સ અને સરકાર વચ્ચે સમજૂતી, હડતાળ પાછી ખેંચાઈ

Wednesday 03rd January 2024 05:51 EST
 
 

નવી દિલ્હીઃ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત હિટ એન્ડ રન કેસ મામલે બનાવવામાં આવેલા કાયદાનો વિરોધ સમગ્ર દેશમાં ટ્રાન્સપોર્ટર્સ અને ટ્રક ડ્રાઇવર્સ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ અંગે ટ્રક ડ્રાઇવર્સ દ્વારા દેશભરમાં ઠેરઠેર ચક્કાજામ કરી આ કાયદો લાગુ ન કરવાની માગણી કરવામાં આવી રહી છે. આ અંગે ગૃહ મંત્રાલયના કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લાની સાથે ટ્રાન્સપોર્ટ સંગઠનની બેઠક થઈ, જેમાં સંગઠન હડતાળ પરત ખેંચવા અંગે સંગઠન સહમત થયું છે.


comments powered by Disqus