બોગસ ડાયમંડ ટ્રેડિંગ દ્વારા રૂ. 500 કરોડના મની લોન્ડરિંગનો પર્દાફાશ

Wednesday 03rd January 2024 05:26 EST
 
 

સુરતઃ હોંગકોંગમાં બોગસ ડાયમંડ ટ્રેડિંગ સ્કીમ થકી મની લોન્ડરિંગ કરનારી ટોળકીનો સ્થાનિક પ્રશાસન દ્વારા પર્દાફાશ કરાયો હતો. જે માટે હોંગકોંગના કસ્ટમ વિભાગે 19 અને 20 ડિસેમ્બરે ક્રશર કોડનેમ નામથી ઓપરેશન હાથ ધર્યું હતું. આ રીતે હોંગકોંગમાં બનેલા બોગસ ડાયમંડ ટ્રાન્ઝેક્શન દ્વારા આશરે રૂ. 500 કરોડથી પણ વધુ રકમની છેતરપિંડીનો પ્રથમ કેસ હોવાની વિગતો બહાર આવી છે. આ કેસ કર્યાની જાણ સુરતના હીરા ઉદ્યોગકારોને થતાં જ અનેક ચર્ચા ઊઠી છે.
આ ધંધામાં છેતરપિંડીના બનાવો વારંવાર સામે આવતા હોય છે, પરંતુ આ વખતે ભારત અને હોંગકોંગમાં હીરાની કંપનીઓ સ્થાપી બોગસ ડાયમંડ ટ્રેડિંગ સ્કીમથી છેતરપિંડી કરાઈ છે, જેનો હોંગકોંગના કસ્ટમ વિભાગે પર્દાફાશ કર્યો. ભેજાબાજોએ ભારત અને હોંગકોંગમાં કંપની સ્થાપી ભારતમાં ઓછી કિંમતના લેબગ્રોન હીરાની નિકાસ કરી કુદરતી હીરા તરીકે બતાવી મની લોન્ડરિંગ કર્યું હતું.
આ રીતે ટ્રાન્સનેશનલ ડાયમંડ ટ્રેડિંગનો ઉપયોગ કરી મની લોન્ડરિંગનો આ પ્રથમ કેસ હોવાનું કહેવાઈ રહ્યું છે. જેમાં 4 જણાની ધરપકડ કરવા સાથે એક મિલિયન યુએસ ડોલરની વધુની સંપત્તિ પણ જપ્ત કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.


comments powered by Disqus