પોરબંદરઃ યુ.કે.માં મહેર સમાજનાં પ્રથમ મહિલા કાઉન્સિલર તરીકે ચૂંટાયેલાં ગીતાબહેન કારાવદરાનું મહેર શક્તિ સેના દ્વારા સન્માન કરાયું હતું. મહેર શક્તિ સેના યુ.કે.નાં મહિલા પ્રમુખ ગીતાબહેન મહેશભાઈ કારાવદરા તેઓ ભુરાભાઈ મુંજાભાઈ જાડેજાનાં પુત્રી છે. યુ.કે. ની 2023ની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટી તરફથી ઋષિમેડ વોર્ડ- લેસ્ટરના કાઉન્સિલર તરીકે ચૂંટાયાં છે.
સંસ્થાના પ્રમુખ કરશનઓડેદરા, ઉપપ્રમુખ પરબત કડેગિયા, મહિલા ઉપપ્રમુખ મંજુલા બાપોદરા સહિતના હોદ્દેદારો, સદસ્ય અને વડીલોએ સન્માનપત્ર આપી ગીતાબહેનને સન્માનિત કર્યાં હતાં.

