વડોદરામાં રામભક્તે બનાવી 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી ધૂપસળી

Wednesday 03rd January 2024 05:26 EST
 
 

અયોધ્યા ખાતે જાન્યુઆરીમાં ભગવાન શ્રીરામના મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે તે ઉત્સવને વધુ દીપાવવા વડોદરાના રામભક્ત વિહાભાઈ ભરવાડે 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી વિશાળકાય ધૂપસળી બનાવી છે. જેનું વજન અંદાજે 3500 કિ.ગ્રા. છે. જે અગરબત્તીને બાય રોડ એક રથમાં મૂકીને વડોદરાથી અયોધ્યા 1 જાન્યુઆરીએ વાજતેગાજતે રવાના કરાઈ. આ અગરબત્તી 108 ફૂટ લાંબી, સાડા ત્રણ ફૂટ પહોળી છે. અગરબત્તીમાં 376 કિલો ગૂગળ, 376 કિલો કોપરાનું છીણ, 280 કિલો જવ, 280 કિલો તલ, 191 કિલો ગીર ગાયનું શુદ્ધ ઘી, 425 કિલો હવન સામગ્રી અને 1475 કિલો ગીર ગાયના છાણના પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


comments powered by Disqus