નડાબેટમાં સેંકડોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાન બન્યાં છે. અહીં મોટાં સુરખાબ, નાનાં સુરખાબ જેવાં વિદેશી પક્ષીઓ બચ્ચાંને જન્મ આપવા આવે છે. આ સ્થળ વિદેશી પક્ષીઓ માટે બેસ્ટ હનિમૂન ડેસ્ટિનેશન છે, જેના લીધે ફ્લેમિંગો ઉપરાંત રોઝી પેલિકન, ડાલ્મેશિયન પેલિકન, સ્પૂન બિલ, ઇજિપ્તિશિયન ગીધ, કુંજ, 7થી 8 પ્રકારનાં બતક સહિત સેંકડો પ્રજાતિનાં પક્ષીઓ 4 મહિના માટે રોકાણ કરે છે.

