હાફિઝ સઇદને ભારતને સોંપવા નથી માગતું પાક.

Wednesday 03rd January 2024 06:11 EST
 
 

ભારતે પાકિસ્તાનને 2008ના મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદના પ્રત્યાર્પણની વિનંતી કરી છે. જે અંગે પાક.એ કોઈ જવાબ આપ્યો નથી.

 • અરવિંદ પનગઢિયા નાણાપંચના ચેરમેન નિમાયાઃ કેન્દ્ર સરકારે નીતિ આયોગના પૂર્વ નાયબ અધ્યક્ષ અરવિંદ પનગઢિયાને 16મા નાણાપંચના ચેરમેન બનાવીને તેમને નવી મોટી જવાબદારી સોંપી છે.

• સુરક્ષાને જોતાં 2 વર્ષમાં 1546 ગુજરાતી વિદેશથી પરતઃ યુક્રેન-ઇઝરાયેલમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે સુરક્ષાનાં કારણોસર બે વર્ષમાં વિદેશમાં ફસાયેલા 1546 જેટલા ગુજરાતીઓ ને પરત લાવવામાં આવ્યા છે.

• 88 ટકા યાત્રી એરલાઇન્સ સેવાથી અસંતુષ્ટઃ ભારતમ હવાઈયાત્રીની સંખ્યા વધી રહી છે, પરંતુ એરલાઇન્સની સુવિધાઓ અને ભાડા મુદ્દે 88% હવાઈયાત્રી ખુશ નથી.

• ભારતમાં 9 વિદેશી ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધઃ ભારત સરકારે મની લોન્ડરિંગ લોનું પાલન ન કરવા બદલ બાયનેન્સ સહિત 9 વિદેશી ક્રિપ્ટો કરન્સીઝ પર પ્રતિબંધ મૂક્યો છે.

• કેટલીક ઘટના ભારત-યુએસના સંબંધ બગાડી ન શકેઃ મોદીઃ પ્રધાનમંત્રીએ આતંકી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કાવતરાના મામલે નિવેદન આપતાં કહ્યું કે, કેટલીક ઘટના યુએસ-ભારતના સંબંધ ખરાબ કરી શકશે નહીં.

• રાજ્યસભાની 4 સીટ માટે 19 જાન્યુ.એ ચૂંટણીઃ રાજ્યસભાની 4 સીટ માટેની ચૂંટણી 19 જાન્યુઆરીએ યોજાશે. સંજયસિંહ, સુશીલકુમાર અને નારાયણ દાસગુપ્તા અને હિશે લાચુંગ્પાની મુદત પૂર્ણ થતાં આ બેઠક પર ચૂંટણી થશે.

• 14 જાન્યુઆરીથી રાહુલ ગાંધીની ન્યાયયાત્રાઃ રાહુલ ગાંધીની આગેવાનીમાં 14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી ‘ભારત ન્યાયયાત્રા'
મણિપુરથી મુંબઈ પહોંચશે. જે 14 રાજ્યમાં ફરશે.

• ભારત 9 દેશમાં શ્રમિકોને મોકલશેઃ ભારત સરકાર દ્વારા વિદેશી સરકારો સાથે 17 સમજૂતી કરાઈ છે, જે અંતર્ગત વિદેશમાં સર્જાયેલી શ્રમિકોની તંગીના કારણે સ્થાનિક શ્રમિકોને વિદેશ મોકલશે.

• પુંછમાં આતંકી હુમલામાં 5 જવાન શહીદઃ જમ્મુ-કાશ્મીરના પુંછમાં ગુરુવારે આતંકીઓએ સૈન્ય કાફલા પર છૂપો હુમલો કર્યો હતો. આ હુમલામાં 5 જવાન શહીદ થયા હતા, જ્યારે બે ઘાયલ થયા હતા.


comments powered by Disqus