કચ્છના રણમાં દરિયાઈ પાણી સુકાયા બાદ ઊભરી આવેલા સફેદ રણનું અનેરું સૌંદર્ય ખીલ્યું છે, જ્યાં ધોરડોના આ રણની સફેદ ચાદર પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઢળતા સૂરજનો નજારો જોવા પહોંચે છે. પશ્ચિમ ભારતના અંતિમ છેડે આવેલા રણમાં દેશ-દુનિયાના ઘણા પ્રવાસીઓ નવા વર્ષના સ્વાગત માટે પહોંચ્યા હતા. અહીં ચાલતા રણોત્સવનું સૌથી મોટું આકર્ષણ મીઠાના સફેદ રણનું મેદાન છે. હાલમાં જ 26 ડિસેમ્બરે અહીં સફેદ રણમાં બનેલા વોચ ટાવર પર 'લાઇટ એન્ડ સાઉન્ડ’ શો શરૂ કરાયો છે.

