સામખિયાળી હાઈવે પર ટ્રક ડ્રાઈવર્સનો ચક્કાજામ, પથ્થરમારો

Wednesday 03rd January 2024 05:26 EST
 
 

ભુજઃ કેન્દ્ર સરકારે અકસ્માત કેસમાં વાહનચાલકો સામે 10 વર્ષની કેદની સજા અને રૂ. 5થી 10 લાખના દંડની કરેલી જોગવાઈ સામે ટ્રક ડ્રાઇવર્સે સામખિયાળી નેશનલ હાઇવે ચેકપોસ્ટ પાસે સવારે 500 ટ્રકચાલકોએ ચક્કાજામ કરતાં નેશનલ હાઇવે પર સવારે દોઢ કલાક સુધી વાહનવ્યવહાર ઠપ થયો હતો. 4 એમ્બુલન્સ સહિત એસટી, ખાનગી વાહનોની રોડની બંને તરફ લાઇન લાગી હતી. ટ્રક ડ્રાઇવરોએ ચક્કાજામ કરતાં પોલીસે ભીડને વિખેરવાનો પ્રયાસ કરતાં લાઠીચાર્જ કર્યો હતો, સામે ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. 


comments powered by Disqus