હાથ ગુમાવ્યા, પણ હામ ભરીને સ્પર્ધાત્મક પરીક્ષા આપતી દીકરી

Wednesday 03rd January 2024 05:26 EST
 
 

નેત્રંગઃ મન મજબૂત હોય તો કોઈપણ કાર્ય અશક્ય નથી. એમએસયુની સમરસ હોસ્ટેલમાં રહીને બી.કોમ.નો અભ્યાસ કરતી 19 વર્ષીય સ્નેહા રાઠવાએ આ વાક્યને ચરિતાર્થ કર્યું છે. સ્નેહા મૂળ હાલોલની રહેવાસી છે. 2012માં એક દિવસ ઘરના ધાબા પર પતંગ પકડવા જતાં વીજવાયરને અડકી જતાં તેને કરંટ લાગ્યો હતો. બે મહિનાની સારવાર બાદ તેણીના બંને હાથ કાપવા પડ્યા હતા. જો કે બંને હાથ ગુમાવ્યા બાદ પણ સ્નેહાનું મનોબળ મજબૂત રહ્યું. તેનાં માતા-પિતાએ પણ નિરાશ થયા વગર આગળ વધવા દીકરીને સતત પ્રેરણા આપી. હવે સ્નેહા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છે. સ્નેહાના પિતા હાલ હાલોલની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, તેમજ માતા ગૃહિણી છે.


comments powered by Disqus