હિંમતનગરના કાંકણોલ BAPS સ્વામિ. મંદિરના દશાબ્દી મહોત્સવનો ઊજવાયો

Wednesday 03rd January 2024 05:26 EST
 
 

હિંમતનગરઃ કાંકણોલ બીએપીએસ મંદિરના દશાબ્દી મહોત્સવનો શુક્રવાર 26 ડિસેમ્બરથી પ્રારંભ થયો, જે અંતર્ગત બીએપીએસ મંદિર દ્વારા વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે આદિવાસી સમૂહલગ્ન તથા આદિવાસી સંમેલનની ઉજવણી કરાઈ હતી. જેમાં 100થી વધુ યુગલ લગ્નગ્રંથીથી જોડાયા હતા.
હિંમતનગરના કાંકણોલ બીએપીએસ મંદિર ખાતે પૂ. ઇશ્વરચરણદાસ સ્વામી, પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામી, સંતોએ સવારે આદિવાસી સંમેલનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, એન.જી. પ્રોજેક્ટના પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, કેવલભાઈ જોષીયારા, ભાજપ પ્રદેશમંત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમૂહલગ્ન પ્રસંગે 100 જેટલાં યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. ત્યારે હિન્દુ ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિથી યોજાયેલા લગ્નોત્સવમાં સંતો દ્વારા આશીર્વચન પાઠવાયા હતા. સમૂહ લગ્નોત્સવમાં નવદંપતીઓને રૂ. 1 લાખથી વધુના દાગીના તથા વસ્તુઓ ભેટસ્વરૂપે કરિયાવર તરીકે અપાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
મહાયજ્ઞમાં 1370 યજમાનની આહુતિ
કાંકણોલ બીએપીએસ મંદિરના દશાબ્દી મહોત્સવ પ્રસંગે શનિવારે વિશ્વશાંતિ કલ્યાણઅર્થે વૈદિક મંત્રોચ્ચાર સાથે 325થી વધુ યજ્ઞકુંડ પર યજ્ઞોત્સવનો શુભારંભ થયો હતો. જેમાં 2370 જેટલા યજમાનોએ આહુતિ આપી હતી.


comments powered by Disqus