ઈવીએમ હેક કરી શકાય છેઃ રાસપ પ્રમુખ જાનકર

Wednesday 04th December 2024 05:34 EST
 
 

મુંબઈઃ મહારાષ્ટ્રની ચૂંટણી બાદ વિપક્ષ સતત ઈવીએમને લઈ પ્રશ્નો ઊભા કરી રહ્યું છે ત્યારે વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવનારા મહાયુતિના જ ગત લોકસભા ચૂંટણી વખતના સહયોગી રાષ્ટ્રીય સમાજ પક્ષના પ્રમુખ મહાદેવ જાનકરે જ ઈવીએમ પર પ્રશ્ન ઉઠાવી ઈવીએમ હેક કરાયા હોવાનો દાવો કર્યો છે. જાનકરે જણાવ્યું હતું કે, હું એન્જિનિયર છું અને મને બધી ખબર છે. ઘણી સીટો પર ઈવીએમના ગોટાળાથી મહાયુતિનો વિજય થયો છે. ઈવીએમ સામે અમારો વાંધો છે. ઈવીએમથી લોકશાહી સામે સંકટ ઊભું થયું છે.


comments powered by Disqus