ભાવનગરઃ વિશ્વના બજારમાં કરોડો રૂપિયાની ગણાતી એવી સ્પર્મ વ્હેલ માછલીની ઊલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે ભાવનગર જિલ્લાના મહુવા ખાતે રહેતા બે શખ્સ ઝડપાયા છે. પોલીસે બાતમીના આધારે કારખાનામાં છુપાવી રાખેલા રૂ. 12 કરોડથી વધુના અને 12.030 કિ.ગ્રા. એમ્બરગ્રીસના જથ્થા સાથે જયદીપ શિયાળ અને રામજી શિયાળ નામના દાદા-પૌત્રને ઝડપી લીધા હતા.
ભવાનીનગરમાં ચામુંડા ડાયવર્કસ નામના કારખાનામાં જયદીપ શિયાળ અને રામજી શિયાળ નામના દાદા-પૌત્રએ એમ્બરગ્રીસનો જથ્થો છુપાવી રાખ્યાની પોલીસને બાતમી મળતાં પોલીસે રૂ. 12 કરોડથી વધુનો અને 12.030 કિ.ગ્રા. એમ્બરગ્રીસના જથ્થા સાથે બંને દાદા-પૌત્રને ઝડપી લીધા હતા.
શું છે એમ્બરગ્રીસ?
દરિયાનું તરતું સોનું ગણાતા અતિમૂલ્યવાન એમ્બરગ્રીસનો ઉપયોગ મુખ્યત્વે ચાઇનીઝ મેડિસિન અને અત્તરની બનાવટોમાં થાય છે. તેની કિંમત ખૂબ ઊંચી હોવાથી મુખ્યત્વે મોટી કંપનીઓ જ તેની ખરીદાર હોય છે

