અમદાવાદઃ પાકિસ્તાન દ્વારા જાસૂસી કરનારા એક શખ્સને અમદાવાદથી ઝડપી લેવામાં આવ્યો છે. ગુજરાત એટીએસ દ્વારા ઓખામાં કોસ્ટકાર્ડની જાસૂસી કરતા યુવક દીપેશ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે. દીપેશ આઇએસઆઇની મહિલા જાસૂસ સાથે ફેસબુક દ્વારા સંપર્કમાં આવ્યો હતો અને માત્ર રૂ. 200ની નજીવી રકમ માટે કોસ્ટગાર્ડની સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલતો હતો. દીપેશ પાકિસ્તાની જાસૂસી એજન્સીને ભારતીય કોસ્ટગાર્ડની માહિતી મોકલતો હતો, જેની જાણ એટીએસને મળી મળતાં તેની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.

