ટ્રાન્સપોર્ટ વેપારી પાસેથી રૂ. 4 કરોડ રોકડ અને 18 કરોડનું સોનું જપ્ત

Wednesday 04th December 2024 05:10 EST
 
 

અમદાવાદઃ આઇટી વિભાગે રાજસ્થાનના જયપુર અને ઉદયપુરમાં ટ્રાન્સપોર્ટ કંપનીની ઓફિસો પર દરોડા પાડ્યા. ટિકમસિંહ રાવની કંપની પર ઇન્કમટેક્સ સર્ચ દરમિયાન ટિકમસિંહ રાવના ઘરેથી રૂ. 4 કરોડ રોકડ અને લગભગ રૂ. 18 કરોડનું સોનું મળી આવ્યું હતું. આ ઉપરાંત ગોલ્ડન અને લોજિસ્ટિક્સ ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી કરોડો રૂપિયાના વ્યવહાર મળ્યા છે.
આવકવેરા વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન ટિકમસિંહ રાવ પાસેથી ગેરકાયદે સામાન પરિવહનની ફરિયાદ મળી હતી. ફરિયાદની ચકાસણી કરાતાં માહિતી સાચી હોવાનું જાણવા મળ્યું હતું.


comments powered by Disqus