પાકિસ્તાનમાં છૂટા પડેલા ગઢવી પરિવારનું 77 વર્ષે પાટડીમાં મિલન

Wednesday 04th December 2024 05:10 EST
 
 

પાકિસ્તાનમાં 300 વીઘા જમીન અને સરકારી નોકરી હોવા છતાં ગઢવી પરિવારના 36 લોકોના પરિવારે દેશના ભાગલા સમયે પાટડીમાં આશરો લીધો હતો. હવે 76 વર્ષથી વિખૂટા પડેલા ગઢવી પરિવારના બાકી 9 સભ્યોએ સપ્ટેમ્બર 2024થી જૈનાબાદ રોડ ઉપર આશરો લીધો છે. પાકિસ્તાનમાં જન્મેલો 14 વર્ષનો કિશોર પ્રથમ વખત જ ભારતમાં દુહા અને છંદ પોકારી રહ્યો છે, પાટડી આવેલા આ ગઢવી પરિવારના 45 સભ્યો પર ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બની છે.


comments powered by Disqus