ફરજ દરમિયાન 33 વખત દુબઈ જનારાં આચાર્ય સસ્પેન્ડ

Wednesday 04th December 2024 05:34 EST
 
 

સુરતઃ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમરોલીની સ્નેહરશ્મિ શાળા ક્રમાંક 285 ના આચાર્ય સંજય પટેલને રાજ્ય સરકારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે. સંજય પટેલ ફરજ દરમિયાન શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર વેપારઅર્થે બિનઅધિકૃત રીત 33 વખત દુબઈ પ્રવાસે ગયા હતા. આ સંદર્ભે શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, સુરત તેમજ અન્ય જિલ્લાના 3 મહિના કે 6 મહિનાથી વધુ રજા પર રહી વિદેશમાં બિઝનેસ અથવા નોકરી કરી રહ્યા હોય એવા બે શિક્ષક છે.


comments powered by Disqus