ફિઝીમાં ડેરીઉદ્યોગ સ્થાપવા ગુજરાત સરકાર મદદ કરશે

Wednesday 04th December 2024 05:10 EST
 
 

ફિઝીમાં અર્થતંત્ર વિકસાવવા માટે ગુજરાત મદદરૂપ થશે તેવી બાંહેધરી ફિઝીના નાયબ વડાપ્રધાન મનોઆ કામિકામિકાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે. કામિકામિકા તેમના પ્રતિનિધિ મંડળ સાથે ભારત અને ગુજરાતની મુલાકાતે આવ્યા, ત્યારે તેમણે ગુરુવારે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. ગુજરાત અને ફિઝી વચ્ચે વ્યાપારી સંબંધો વિકસાવવાના ભાગરૂપે ગુજરાત ફિઝીમાં ડેરીઉદ્યોગ સ્થાપવા મદદ કરશે. આ સિવાય ફિજીમાં પાકતી મબલખ શેરડીમાંથી ઈથેનોલ અને બાયો ફ્યુઅલ ઉત્પાદિત કરવા માટે ગુજરાત સાથે સહયોગથી કામ થશે તેવું ફિઝીના નેતાએ જણાવ્યું હતું. તેમણે સાઇબર સિક્યોરિટી ક્ષેત્ર સહકારની અપેક્ષા પણ દર્શાવી હતી.


comments powered by Disqus