ફોન પર વાતોમાં મશગુલ યુવતીનું કૂવામાં પડતાં મોત

Wednesday 04th December 2024 05:35 EST
 
 

ભુજઃ મોબાઇલ ફોન પર વાત કરવામાં મશગુલ 22 વર્ષની યુવતી પરિજનોની નજર સમક્ષ ખુલ્લા અવાવરુ કૂવામાં ખાબકતાં તેનું મોત નીપજ્યું હતું. ભુજના શ્રમિક વિસ્તારમાં રહેનારો પરિવાર ત્રિમંદિરની સામેના નરનારાયણ નગરથી સુખપર તરફ જતા માર્ગે આવેલા દંતેશ્વર મહાદેવના મંદિરની પાછળના ભાગે કચરો વીણવા ગયો હતો. આ પરિવારની યુવતી કાજલ લાલજીભાઈ વાઘેલા ફોન પર વાત કરતી હતી, ત્યારે ત્યાં આવેલા અવાવરુ કૂવામાં પડી ગઈ હતી. આથી ડઘાઈ ગયેલા પરિવારે બૂમાબૂમ કરતાં
એકઠા થયેલા લોકોએ ભુજના ફાયર સ્ટેશનના કંટ્રોલ રૂમને જાણ કરતાં ભારે જહેમત બાદ યુવતીનો મૃતદેહ હાથ લાગ્યો હતો.


comments powered by Disqus