નવી દિલ્હીઃ ભારતીય સેનાને ઇમર્જન્સી પ્રોક્યોરમેન્ટ હેઠળ સ્યૂસાઇડ ડ્રોન નાગસ્ત્ર-1ની ખરીદી છે, જેને આધિકારિક રીતે ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી રહ્યું છે. નાગસ્ત્ર-1 દુશ્મનના બંકર, પોસ્ટ અને હથિયાર ડેપોનો નાશ કરવા માટે સક્ષમ છે. નાગસ્ત્ર-1ને નાગપુરમાં સ્થિત ઇકોનોમિક્સ એક્સપ્લોઝિવ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે. ચીન સીમા પાસે લદ્દાખની નુબ્રા ઘાટીમાં નાગસ્ત્ર-1નું પરીક્ષણ કરવામાં આવ્યું. ભારતીય સેનામાં સ્યૂસાઇડ ડ્રોન નાગસ્ત્ર-1 સામેલ થવાનો સીધો અર્થ એ છે કે, ભવિષ્યમાં સર્જિકલ સ્ટ્રાઇક માટે ફાઇટર જેટની જરૂર નહીં રહે. આ ડ્રોન્સ દ્વારા ચૂપચાપ દુશ્મનના ઘરમાં ઘૂસીને હુમલો કરી શકાશે.

