રાજકોટઃ GSTમાં બોગસ બિલ કૌભાંડ પ્રકરણનો રેલો રાજકોટ સુધી પહોંચ્યો છે, જેમાં બોગસ બિલિંગ કૌભાંડ અંગે મહેશ લાંગાની પેઢીનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. રાજકોટ પોલીસે ભાવનગર, જામનગર, અમદાવાદ, વેરાવળ, કડી, મહેસાણા, ગાંધીનગર, શાપર અને રાજકોટનાં 14 પેઢી પર એકસાથે દરોડા પાડ્યા, જ્યાંથી બોગસ પેઢી અને બિલિંગથી સરકારને નુકસાન કરાનારા 5 આરોપીની ધરપકડ કરી છે.

