સામખિયાળીઃ ભચાઉ તાલુકાના લાકડિયા ધોરીમાર્ગ પર ગુરુવારે 28 નવેમ્બરે રાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ની ટીમે બાતમીના આધારે હરિયાણા પાસિંગની એક કારમાંથી રૂ. 1.47 કરોડની કિંમતનું કોકેઇન જપ્ત કર્યું હતું. ટીમ દ્વારા કારમાં સવાર 4 શખ્સને એનડીપીસી એક્ટ હેઠળ અટકમાં લઈ આગળની કાર્યવાહી માટે પોલીસને હવાલે કર્યા હતા, જેમાં પંજાબના એક યુગલનો પણ સમાવેશ થાય છે, જ્યારે પકડાયેલી અન્ય મહિલા સપ્લાયરની પત્ની છે.
કારની ચકાસણી દરમિયાન બોનેટના ભાગે એર ફિલ્ટરના નીચેના ભાગેથી શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યો હતો. આ પદાર્થ કોકેઇન હોવાનું માલૂમ પડતાં પોલીસ દ્વારા તરત જ એનડીપીસી કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ હતી.

