ભુજ: કચ્છમાં વધુ એકવાર સિંધાલૂણ (રોક સોલ્ટ)ની આડમાં સોપારી આયાત કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ચુડવા ગામની સીમમાં ગૌતમ ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં ટ્રેલર અને કન્ટેનરમાં સોપારીનો જથ્થો હોવાની બાતમી પરથી એલસીબીએ દરોડો પાડી બે વાહનોમાંથી 53,950 કિલો સોપારીના જથ્થા સાથે ત્રણ શખસોને ઝડપી લીધા હતા. એફએન ઈમ્પેક્સ કંપનીએ બનાવટી કાગળો બનાવી ટેક્સચોરી કરી હોવાનું જણાયું છે.

