શિવાજીની પ્રતિમા ખંડિત થતાં માફી માગું છુંઃ પીએમ મોદી

Wednesday 04th September 2024 07:06 EDT
 
 

મુંબઈઃ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા ધ્વસ્ત થવાના મામલામાં રાજ્ય સરકારથી લઈ કેન્દ્ર સરકાર પણ ઘેરાઈ ચૂકી છે. શુક્રવારે જ્યારે પ્રધાનમંત્રી મોદી મહારાષ્ટ્રના પાલઘર પહોંચ્યા ત્યારે તેમના સંબોધન દરમિયાન તેમણે તેનો ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીએ મંચ પર હાથ જોડીને ઝૂકીને કહ્યું કે, શિવાજીની પ્રતિમા ધ્વસ્ત થવાની ઘટના પર આપની સામે શિશ ઝુકાવીને માફી માગું છું.
પ્રધાનમંત્રીએ પાલઘરમાં રૂ. 76 હજાર કરોડના ખર્ચે બનનારા વાધવન બંદરની આધારશિલા રાખી. તેમણે આશરે રૂ. 1560 કરોડની 218 મત્સ્યપાલન પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કર્યું. આ પહેલાં તેમણે મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024ને પણ સંબોધિત કર્યું. આ દરમિયાન પોતાના સંબોધન દરમિયાન તેમણે છત્રપતિ શિવાજીની પ્રતિમા પડી જવાને લઈને અફસોસ વ્યક્ત કર્યો અને કહ્યું કે, શિવાજીની મૂર્તિ પડવાને લઈને શિશ ઝુકાવીને માફી માગું છું.
26 ઓગસ્ટે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ધ્વસ્ત થવાની ઘટનાને પગલે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પણ માફી માગી. તેમણે કહ્યું કે, હું મહારાષ્ટ્રના લોકોની માફી માગું છું. પ્રતિમાનું આ રીતે ધ્વસ્ત થવું આઘાતજનક છે.
મહારાષ્ટ્રના આત્મા પર કારમો ઘાઃ ઉદ્ધવ
ગુ.સ. નવી દિલ્હી, તા. 1ઃ સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી થવા બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માગેલી માફીમાં નર્યો અહંકાર છલકાતો હતો. આવી માફી સ્વીકાર્ય નથી. શિવાજી મહારાજની પ્રતિમા આ સરકારના ભ્રષ્ટાચારના પાપે ધરાશાયી થઈ છે. આ પ્રતિમા તૂટી પડવી એ મહારાષ્ટ્રના આત્મા પર કારમો ઘા છે.

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા ધ્વસ્ત થવાના મામલામાં રાજ્ય સરકારથી લઈ કેન્દ્ર સરકાર પણ ઘેરાઈ ચૂકી છે. શુક્રવારે જ્યારે પ્રધાનમંત્રી મોદી મહારાષ્ટ્રના પાલઘર પહોંચ્યા ત્યારે તેમના સંબોધન દરમિયાન તેમણે તેનો ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીએ મંચ પર હાથ જોડીને ઝૂકીને કહ્યું કે, શિવાજીની પ્રતિમા ધ્વસ્ત થવાની ઘટના પર આપની સામે શિશ ઝુકાવીને માફી માગું છું.


comments powered by Disqus