સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ. સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસ પર ભવ્ય મહોત્સવ અંતર્ગત 29 ઓગસ્ટે ગુરુવારે શ્રીકષ્ટભંજનદેવ દાદાને એકાદશી નિમિત્તે આલ્કોહોલ વગરનાં અત્તર અને પર્ફ્યૂમનો દિવ્ય શણગાર કરાયો હતો. શણગાર માટે 1200થી વધુ અત્તર અને પર્ફ્યૂમ લંડન, દુબઈ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતના અલગ-અલગ રાજ્યથી મગાવવામાં આવ્યા હતા, જેનું કલેક્શન કરતાં 6 મહિનાનો સમય લાગ્યો હતો.

