હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષા જોખમમાં

Wednesday 04th September 2024 05:56 EDT
 
 

રાજકોટઃ નિર્માણ પામ્યાના એક વર્ષમાં જ રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચોટીલા પાસેનું હીરાસર એરપોર્ટમાં ભ્રષ્ટાચારની એક બાદ એક કડીઓ ખૂલી રહી છે. ઉલ્લેખનીય છે કે, રૂ. 2,654 કરોડના ખર્ચે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરાયું છે. અગાઉ વરસાદના કારણે ટર્મિનલ પાસે કેનોપી તૂટી પડી હતી, તો 26 ઓગસ્ટે 15 ફૂટ લાંબી અને 50 ફૂટ જેટલી પહોળી દીવાલ ધરાશાયી થતાં સત્વરે રિપેરિંગ થયું ન હોવાથી સુરક્ષા જોખમાઈ છે. જો કે હાલ ત્યાં CISFના જવાનોનો 24 કલાક પહેરો રાખવાનો આદેશ અપાયો છે.
માત્ર જાળી લગાવી તંત્રએ સંતોષ માન્યો
26 ઓગસ્ટે હીરાસર એરપોર્ટની દીવાલ તૂટ્યા બાદ એરપોર્ટ ડાયરેક્ટરે માત્ર એક અઠવાડિયામાં જ દીવાલ ફરી ઊભી કરી દેવાનો દાવો કર્યો હતો. જો કે એક અઠવાડિયું પૂર્ણ થઈ જવા છતાં માત્ર જાળી લગાવી છીંડાં પૂરવામાં આવ્યાં છે.


comments powered by Disqus