ધારાસભ્ય પુત્ર દ્વારા એનએસયુઆઈ પ્રમુખનું અપહરણઃ વીડિયો બનાવ્યો

Wednesday 05th June 2024 05:11 EDT
 
 

જૂનાગઢઃ ગુરુવારે રાત્રે જૂનાગઢના કાળવા ચોકમાં પસાર થતી વખતે કાર વ્યવસ્થિત ચલાવવાનું કહેવા મામલે એનએસયુઆઇના શહેર પ્રમુખ સંજય રાજુભાઈ સોલંકી નામના યુવાનની અપહરણની ઘટના બની, જેમાં ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સહિતના 11 શખ્સોએ સંજયનું કારમાં અપરહણ કરીને ઉઠાવી જઈને ગોંડલમાં ગણેશગઢમાં નગ્ન કરી વીડિયો ઉતારી માફી મગાવીને ઢોરમાર માર્યો હતો. ત્યારબાદ ભેંસાણ ચોકડીએ ઉતારીને નાસી ગયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાતાં ચકચાર મચી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ સંજય સોલંકી રાતે 11:30 વાગ્યાના અરસામાં કાળવા ચોકથી તેના પુત્ર સાથે ઘર તરફ જતો હતો, ત્યારે અચાનક પાછળથી કારમાં આવેલા યુવકોએ વ્યવસ્થિત ચલાવવા કહેતાં ઝઘડો શરૂ થયો હતો. કારમાંથી 5 શખ્સો ઉતર્યા અને સંજયને પાઇપથી આડેધડ માર મારીને અપહરણ કરીને ઉઠાવી ગયા હતા. રસ્તામાં કારમાં એક શખ્સે પોતે પોલીસ હોવાનું કહીને માર માર્યો હતો. બાદમાં ગોંડલ બાજુ અવાવરુ વાડી વિસ્તારમાં લઈ જઈને ગણેશ જાડેજાની હાજરીમાં માર મારેલ હતો.


comments powered by Disqus