ભચાઉ: વાણી વિનાયક આર્ટ્સ અને કોમર્સ કોલેજની વિદ્યાર્થિનીએ મોહિની અટ્ટનમ અને ભરતનાટ્યમ થકી આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે. અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા આયોજિત સોલો નૃત્યમાં કિરણ વિનોદભાઈ શર્માએ મોહિની અટ્ટનમમાં દ્વિતીય સ્થાન મેળવ્યું, તો સમૂહગીતમાં ભરતનાટ્યમમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સિદ્ધિ બદલ વિદ્યાર્થિનીને નવેમ્બર માસમાં અબુધાબી ખાતે આમંત્રણ મળ્યું છે. ગ્લોબલ કલ્ચરલ કાઉન્સિલ ઓફ આર્ટ્સ અને કલ્ચરલ મહારાષ્ટ્ર દ્વારા આ કાર્યક્રમ યોજાશે.

