રાપરઃ પ્રસિદ્ધ શક્તિપીઠ રવેચી મંદિરના મહંત ગંગાગિરિ ગુરુ મોહનગિરિ ટૂંકી બીમારી બાદ બ્રહ્મલીન થતાં ભક્તોમાં શોક છવાયો છે. બ્રહ્મલીન મહંતના દર્શન કરવા જેમજેમ ખબર પડી તેમ આજુબાજુના રવ, જેસડા, ત્રંબૌ, સુવઈ, રાપર વગેરે ગામોથી ભક્તો રવેચી પહોંચ્યા હતા. સદ્ગત મહંતના પાર્થિવ દેહને ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા સહિતના દિગ્ગજોની હાજરીમાં વિધિપૂર્વક સમાધિ અપાઈ હતી. મહંતના મોતથી ભક્તો ઘેરા શોકમાં છે.

