અમદાવાદઃ વિવિધ રાજકીય પાર્ટીઓના નામે દાન ઉઘરાવ્યા બાદ આવકવેરામાં કપાતનો લાભ લેતાં રૂ. 1000 કરોડથી વધુનું કૌભાંડ થયું હોવાની વિગતો સામે આવી છે. આ મામલે સીઆઇડી ક્રાઇમે અમદાવાદના બે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં આરોપીઓને 5 દિવસના રિમાન્ડ પર સોંપાયા હતા.
આરોપીઓએ રૂ. 1000 કરોડ વિવિધ રાજકીય પાર્ટીના નામે દાનમાં મેળવ્યા હતા. ત્યારબાદ નાણાં દાનમાં મળ્યા હોવાથી ઇન્કમટેક્સની વિવિધ કલમ હેઠળ જુદાજુદા ખાતામાં ટ્રાન્સફર કરી કૌભાંડ આચર્યું હતું.

