શિપિંગ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરીની DPA ચેરમેન તરીકે નિમણૂક

Wednesday 05th June 2024 05:11 EDT
 
 

ગાંધીધામ: સતત 16 વર્ષ સુધી દેશનાં તમામ મહાંબદરોમાં પ્રથમ નંબરે રહેલા દીનદયાલ પોર્ટના ચેરમેનની મુદત પૂર્ણ થયાના બે મહિનામાં જ કેન્દ્ર સરકાર દ્વારા તેમની શિપિંગ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરીની પોર્ટના ચેરમેન તરીકે વરણી કરાઈ છે. રેલવે કેડરના ડેપ્યુટી ચેરમેન બાદ ચેરમેન પણ રેલવે કેડરના વરાયા છે.
સુશીલકુમાર સિંઘ છેલ્લે શિપિંગ મંત્રાલયમાં પોર્ટ, પીપીપી અને પી.એચ.આર.ડી. વિભાગની જવાબદારી સંભાળે હતી. દેશના તમામ 12 મહા બંદરમાં પોર્ટનું આધુનિકીકરણ, પોર્ટ ઓટોમેશન, ગ્રીન પોર્ટ, સ્માર્ટ પોર્ટ પહેલ સહિતની જવાબદારી તેઓ નિભાવી ચૂક્યા છે. મુખ્ય બંદરોમાં ડીપીએ, મુંબઈ, ચેન્નાઈ, જે.એન.પી.ટી., પારાદ્વીપ, શ્યામાપ્રસાદ મુખર્જી પોર્ટ, કામરામજર, ચિંદમ્બરનાર પોર્ટ, કોચીન, ન્યૂ મેંગલુરુ પોર્ટ, ગોવા સહિતનાં બંદરોનો સમાવેશ થાય છે. રેલવેમાં ટ્રેન સંચાલન, રોલિંગ સ્ટોક, લોકોમોટિવ ડિઝાઇન સહિતની કામગીરી સંભાળી છે. તેમણે બે મહિના પહેલાં જ જોઇન્ટ સેક્રેટરી તરીકે ડી.પી.એ.ની મુલાકાત લીધી હતી.


comments powered by Disqus