આ કોઈ જગ્યાનો રાજમહેલ નથી, પરંતુ વડોદરાની નવી કલેક્ટર કચેરી છે. 1850 ચો.મી.માં ફેલાયેલા પરિસરમાં રૂ. 22 કરોડના ખર્ચે બનેલી કલેક્ટર કચેરીનું 3 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આમ 75 વર્ષથી કોઠી કચેરી સ્થિત ચાલતી કલેક્ટર કચેરી 4 માર્ચથી ઓલ્ડ પાદરા રોડ પર કાર્યરત્ થઈ.

