ઉનાળા પૂર્વે કેસર કેરીનો ભાવ કિલોના રૂ. 401

Tuesday 05th March 2024 15:47 EST
 
 

પોરબંદરઃ ઉનાળા પૂર્વે જ પોરબંદર માર્કેટ યાર્ડમાં 45 કિલો કેસર કેરીનું આગમન થયું. આ કેરીનો ભાવ પ્રતિકિલો રૂ. 401 હતો. 4 મહિના પહેલાં પણ કેસર કેરીની આવક થઈ હતી. આ કસમયની કેરીની આવક હવામાનમાં ફેરફારની અસર છે. આ વખતે કેરીનો પાક ઓછો આવવાની ભીતિ છે.


comments powered by Disqus