ગઢશીશાઃ અનાદિકાળથી ગૌધન તથા ગૌવંશના ચાલતા આવતા મહત્ત્વને સમજાવવાના આશય સાથે ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત શ્રીહરિ તપોવન ગુરુકુળ ખાતે ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી તથા અન્ય સંતોની પ્રેરણાથી ત્રિદિવસીય ગૌમહિમા તથા ગૌયાગનું આયોજન કરાયું હતું. આયોજક સ્વામી દેવચરણદાસજી તથા અન્ય સંતો દ્વારા લોકોને ગાયનું મહત્ત્વ સમજાવાયું હતું. ગોપાલાનંદજી સરસ્વતીએ કહ્યું કે, માનવ જન્મથી મૃત્યુ સુધીની જીવનયાત્રામાં અને વિવિધ રોગમાં ગોબર - ગૌમૂત્ર અને દૂધનું મહત્ત્વ છે. ગૌ આધારિત સંસ્કૃતિ જ દેશને સમૃદ્ધ બનાવશે.

