ભુજઃ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ સહિત 250 જેટલા જિલ્લા ન્યાયાધીશો હાલ કચ્છના સફેદ રણમાં છે. સીજેઆઇ ડી.વાય. ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળ સુપ્રીમ કોર્ટે ગ્રામીણ ભારતની મુલાકાત લીધી છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય ન્યાયની પહોંચ વધારવા અને સામાન્ય લોકો સાથે સીધો સંવાદ વધારવા માટે મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટને દરેક ગામમાં લઈ જઈ રહ્યા છે. આ ઐતિહાસિક પહેલના ભાગરૂપે પાયાના સ્તરે જોડાણ કરવાના હેતુથી ન્યાયતંત્રના ઉચ્ચ અધિકારીઓ કચ્છના રણમાં બે દિવસીય કાર્યક્રમ માટે એકત્ર થયા છે. દેશના ઇતિહાસમાં આ પ્રકારનું પ્રથમ સંમેલન છે. શનિ-રવિવારના કાર્યક્રમમાં મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ અને સાથી ન્યાયાધીશો જોડાયા.

