જામનગરમાં રૂ. 100 કરોડના ખર્ચે 10 એકરમાં સાયન્સ સેન્ટર બનશે

Tuesday 05th March 2024 15:41 EST
 
 

અમદાવાદઃ જામનગરમાં અત્યાધુનિક પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ રાજ્ય અને પ્રદેશના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય લોકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો વિકાસ તેમજ સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સને લોકપ્રિય બનાવવાનો છે. રૂ. 100 કરોડના ખર્ચે 10 એકર જેટલી વિશાળ જગ્યામાં તૈયાર થનારું આ પ્રાદેશિક વિજ્ઞાનકેન્દ્ર જામનગરમાં 2 વર્ષના સમયગાળામાં તૈયાર થશે.
અહીં કૃષિવિજ્ઞાન સહિત અન્ય ક્ષેત્ર આધારિત ગેલેરી તૈયાર કરાશે. ઉપરાંત 360 ડિગ્રી પ્રોજેક્શન મેપિંગ સિસ્ટમ સાથે ઇમર્સિવ ઇન્ટરેક્ટિવ ફ્યુચર ઝોન AR/VR ટેક્નોલોજી આધારિત એક્ઝિબિટ તેમજ સાયન્સ ઝોન-હોલ, વર્કશોપ, એક્ઝિબિશન એરિયા, કાફેટેરિયા, વિશાળ સેન્ટ્રલ એટ્રિયમ અને 125 બેઠક ક્ષમતા સાથેનું ઓડિટોરિયમ પણ હશે. પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, જામનગરની ડિઝાઇન ખંભાળિયા દરવાજાના સ્થાપત્યમાંથી પ્રેરણા લઈને બનાવવામાં આવેલ છે.


comments powered by Disqus