પૂર્વ ક્રિકેટર પાસેથી રૂ. 1.39 કરોડ રોકડ મળતાં ધરપકડ

Tuesday 05th March 2024 16:06 EST
 
 

વડોદરાઃ રણજીના પૂર્વ ક્રિકેટર અને ભારતીય મહિલા ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠેના ઘરે એસઓજીની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં રૂ. 1.01 કરોડથી વધુની રોકડ મળી હતી. આ અંગે યોગ્ય જવાબ ન મળતાં પોલીસે પિતા-પુત્ર બંનેની ધરપકડ કરી હતી. આ સાથે તેમના ઘરે હાજર મહારાષ્ટ્રના બે શખ્સ પાસેથી પણ રૂ. 38 લાખ કબજે લેવાયા છે.
પ્રતાપગંજમાં રહેતા રણજી ક્રિકેટ ટીમમાં ખેલાડી તરીકે રમી ચૂકેલા તુષાર અરોઠેનો પુત્ર રિશી બેંગલુરુમાં ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. રિશિએ બેંગલુરુથી આંગડિયા પેઢી મારફતે વડોદરામાં પિતા તુષાર અરોઠેને રૂ. 1 કરોડથી વધુની રોકડ ભરેલો થેલો મોકલાવેલો હતો. આ રકમ મામલે તુષાર અરોઠે કે પુત્ર રિશિએ સંતોષકારક જવાબ ન આપતાં પોલીસે રૂ. 1 કરોડ કબજે કરીને બંનેની ધરપકડ કરી હતી. ઘટનાસ્થળે હાજર અન્ય બે મરાઠી શખ્સો પાસેથી પણ રૂ. 38 લાખ જપ્ત કરાયા હતા.


comments powered by Disqus