પોરબંદરથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં પાકિસ્તાન ટુ શ્રીલંકા કનેક્શન સામે આવ્યું

Tuesday 05th March 2024 15:45 EST
 
drugs
 

પોરબંદરઃ અરબી સમુદ્રમાં પોરબંદરથી 60 નોટિકલ માઇલ દૂર આંતરરાષ્ટ્રીય જળસીમામાં નેવી, એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ અને એનસીબીએ સાગરમંથન નામથી સંયુક્ત ઓપરેશન હાથ પરી 3,272 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 5 ખલાસીને ઝડપી લીધા હતા.
આ તમામ આરોપીઓને પોરબંદર લાવી સઘન પૂછપરછ કરાઈ હતી. એનસીબીના ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટરે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ડ્રગ્સ ભરેલી બોટ ઇરાનના ચાબહાર પોર્ટથી નીકળી હતી. આ બોટ પાકિસ્તાનના કરાચીના હાજી સલીમ નામના શખ્સની છે અને તે દાઉદની નજીક રહી ચૂક્યો હોવાની પ્રાથમિક વિગતો છે. ભારતીય એજન્સીઓએ પ્રથમ વખત જ આંતરરાષ્ટ્રીય જળસીમામાં હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં પકડાયેલું ડ્રગ્સ તામિલનાડુ લઈ જઈ ત્યાંથી શ્રીલંકા કે અન્યત્ર લઈ જવાનું હોવાની વિગતો મળી છે.


comments powered by Disqus