સુરતઃ યુક્રેનમાં થયેલા હવાઈ હુમલાથી 23 વર્ષીય યુવકના મૃત્યુ પ્રકરણમાં પરિવાર ઘટનાના 13 દિવસે પણ સતત આક્રંદ કરી રહ્યો છે, છતાં નેતાઓનો વહાલસોયા પુત્ર હેમિલનો મૃતદેહ સુરત લાવવા પરિવારને કોઈ સહકાર મળ્યો નથી. હેમિલના પરિવારે જણાવ્યું કે, હેમિલ અહીં બેરોજગાર હોવાથી રશિયાની આર્મીમાં જોડાયો હતો. ત્યાં શહીદ થયો, પરંતુ મૃતદેહ સુરત પરત લાવવામાં તંત્ર અને સત્તામાં બેઠેલા સ્થાનિક નેતાઓની મદદ મળતી નથી. અમે સ્વબળે મૃતદેહ રશિયાથી પરત લાવવા પ્રયત્નો કરી રહ્યા છીએ. જેના માટે પરિવારના ત્રણ સભ્યના વિઝા પણ આવી ગયા છે. બીજી તરફ હાલ પ્રશાસન તરફથી સહયોગ મળતો નથી, જેથી અમારે ત્યા જઈને મૃતદેહ લાવવો પડે તેવી સ્થિતિ આવી છે.

