રાહુલ ગુજરાતના 7 જિલ્લામાં ભારત જોડો ન્યાયયાત્રા કરશે

Tuesday 05th March 2024 15:35 EST
 
 

અમદાવાદઃ એક તરફ એક પછી એક ધારાસભ્ય કોંગ્રેસ છોડી રહ્યા છે. તો બીજી તરફ, તા, 7મી માર્ચથી ભારત જોડો-ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે.
રાહુલ ગાંધી ગુજરાતમાં સાત જીલ્લાને ઘમરોળીને 400 કિમી સુધીનો પ્રવાસ કરશે. કોંગ્રેસનો દાવો છેકે, ભારત જોડો- ન્યાય યાત્રાને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં અદમ્ય ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. આ ન્યાય યાત્રાને સફળ બનાવવા ગુજરાત કોંગ્રેસે તનતોડ મહેનત કરી છે.
ભારત જોડો ન્યાય યાત્રા અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે ભારત જોડો ન્યાય યાત્રા 7મી માર્ચે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે બપોરે 3 વાગ્યે પ્રવેશ કરશે. ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત રાજ્યમાં 4 દિવસમાં સાતેક જિલ્લાઓમાં 400થી વધુ કિ.મી.નો પ્રવાસ કરશે ત્યારે બાદ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.


comments powered by Disqus