લોકગાયક ઓસમાણ મીરને સંગીત નાટક અકાદમી પુરસ્કાર

Tuesday 05th March 2024 15:51 EST
 
 

ભુજઃ ‘મન મોર બની થનગાટ કરે’ ફેઇમ મૂળ કચ્છના લોકગાયક ઓસમાણ મીરને કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની સંગીત નાટક અકાદમીનો વર્ષ 2022 માટેનો પુરસ્કાર જાહેર કરાયો. સંગીત ક્ષેત્રમાં ગુજરાતમાં બે જ એવોર્ડ જાહેર કરાયા છે, તેમાં જાણીતા ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાય અને ઓસમાણ મીરનો સમાવેશ થાય છે. બંનેને સર્જનાત્મક અને પ્રયોગાત્મક સંગીત માટે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા આ પુરસ્કાર જાહેર કરાયો છે.
રાજ્યના લોકસંગીતકારો અને લોકગાયકો પૈકી કચ્છમાંથી દિલ્હીની સંગીત નાટક અકાદમીનો પુરસ્કાર મેળવનારા ઓસમાણ મીર પ્રથમ કચ્છી બન્યા છે. અબડાસાના વાયોરમાં જન્મેલા અને કોટડા રોહા પછી બાયઠ અને ત્યારબાદ માંડવી રહેલા ઓસમાણ મીર તબલચીમાંથી લોકગાયક અને ગઝલસમ્રાટ સુધી પહોંચ્યા છે અને હવે બોલિવૂડના ગાયક તરીકે પણ ખ્યાતિ મેળવી છે. કચ્છના જાણીતા ભજનિક સ્વ. નારાયણસ્વામીના બેન્જોવાદક ઇસ્માઇલ મીરને ઓસમાણ મીર ગુરુ ગણાવે છે.
ઉચ્ચ કલાકારોને તેમના વિશેષ પ્રદાન માટે આ પુરસ્કાર એનાયત થતો હોય છે. બંને લોકગાયક, સંગીતકારોને તેમના ‘ક્રિએટિવ એન્ડ એક્સપેરિમેન્ટલ મ્યુઝિક’ માટે પુરસ્કૃત કરાયા છે.


comments powered by Disqus