સમગ્ર રાજ્યમાં મહા મહિને માવઠુંઃ કેટલાક સ્થળે કરાની સાથે વરસાદઃ પાકમાં નુકસાનીની ભીતિ

Tuesday 05th March 2024 15:37 EST
 
 

અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શનિવારે ગુજરાતના વાતાવરણમાં પલટો આવતાં ઉનાળાના પ્રારંભે જ કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. શનિવાર સવારે 6 વાગ્યાથી સાંજે 8વાગ્યા દરમિયાન રાજ્યનાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, અરવલ્લી, મહિસાગર, ખેડા, અમદાવાદ, ભાવનગર, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિત 16થી વધુ જિલ્લાના 99 તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો.
બનાસકાંઠા વડગામમાં વીજળી પડતાં એક ખેડૂતનું મોત નીપજ્યું હતું. ઉત્તર ગુજરાત અને કચ્છમાં અડધાથી દોઢ ઈંચ વરસાદ પડતાં ખેડૂતોની હાલત કફોડી બની હતી. બનાસકાઠા સહિતના વિવિધ જિલ્લામાં પડેલા માવઠાના પગલે જીરું, એરંડા, બટાકા, ઘઉં, વરિયાળી સહિતના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે કરા પણ પડ્યા હતા.


comments powered by Disqus