સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બિલ ગેટ્સે ખીચું, ગોટા, લાડુની જયાફત ઉડાવી

Tuesday 05th March 2024 15:33 EST
 
 

માઇક્રોસોફટના સ્થાપક અને દુનિયાના સૌથી ધનિક લોકોમાં સ્થાન પામતા બિલ ગેટસે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવાની સાથેસાથે સ્થાનિક મહિલાઓ સાથે સંવાદ પણ કર્યો હતો અને તેમના હાથે બનાવેેલું ભોજન પણ આરોગ્યું હતું.  તેમણે સરદાર પટેલની ભવ્ય  પ્રતિમા નિહાળી  હતી તેમજ તસવીર પણ ખેંચાવડાવી હતી. તેમની સાથે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ રહ્યા હતા. ભારતની આઝાદી બાદ સરદાર પટેલે રજવાડાઓને ભારતમાં ભેળવવા માટે કેવી રીતે ભૂમિકા ભજવી હતી તેની જાણકારી બિલ ગેટસને અપાઈ હતી.


comments powered by Disqus