કચ્છના મીઠી ખારેક નલિયા દુષ્કર્મ કાંડમાં 8 આરોપી નિર્દોષ જાહેર

Wednesday 29th January 2025 04:47 EST
 
 

ભુજઃ દેશભરમાં ખળભળાટ મચાવનારા કચ્છની મીઠી ખારેકથી ચર્ચામાં આવેલા વર્ષ 2017ના નલિયાના સામૂહિક દુષ્કર્મ કેસમાં આઠેય આરોપીને નિર્દોષ જાહેર કરાયા છે. કચ્છમાં ભાજપની શિબિર સમયે જ 'મીઠી ખારેક'ના નામે એક સેક્સ સ્કેન્ડલ સામે આવ્યું હતું. આ મામલે ભાજપના દિગ્ગજ નેતાઓ સહિત 65 લોકો સામે યુવતીઓને બ્લેકમેઇલ કરી તેમનું જાતીય શોષણનો આરોપ લાગ્યો હતો.
આ કેસની ફરિયાદી યુવતી હોસ્ટાઇલ જાહેર થઈ હતી અને 8 આરોપીને નિર્દોષ ઠેરવ્યા હતા, જ્યારે વિપુલ ઠક્કર નામનો આરોપી હજુ વોન્ટેડ છે.


comments powered by Disqus