ગાંધીનગરઃ ગુજરાતના હાલના મુખ્યસચિવ અને 1987ની બેચના આઇએએસ અધિકારી રાજકુમારની મુદત જાન્યુઆરી 2025માં પૂર્ણ થતી હોવાથી રાજ્ય સરકારે તેમની જગ્યાએ મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવની ફરજ બજાવતા પંકજ જોશીની નિયુક્તિ કરી છે. તેઓ 31 જાન્યુઆરીએ નવી જગ્યાનો ચાર્જ સંભાળશે.
પંકજ જોષી 1989ની બેચના આઇએએસ અધિકારી છે. તેમનો ટેન્યોર ઓક્ટોબર 2025 સુધી રહેશે. રાજ્ય સરકારમાં સૌથી વધુ સિનિયર મોસ્ટ અધિકારી પંકજ જોષી છે. મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી પદેથી કે. કૈલાસનાથન નિવૃત્ત થયા પછી તેમની ચેમ્બરમાં પંકજ જોષીને સ્થાન મળ્યું હતું. પ્રામાણિકતા અને નિષ્ઠા તેમના મહત્ત્વના બે ગુણ છે. આ કારણોથી હાઈકમાન્ડના નિર્ણય પ્રમાણે તેમને રાજ્યના વહીવટી તંત્રની સુપ્રીમ પોસ્ટ અપાઈ છે.
ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવપદેથી મૂકેશ પુરી નિવૃત્ત થતાં પંકજ જોષી ગૃહ વિભાગમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે.

