ચીનથી આવેલા ફેબ્રિક્સનાં 100 કન્ટેનર સીલઃ રૂ. 200 કરોડની કરચોરી

Wednesday 29th January 2025 04:47 EST
 
 

ભુજઃ ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર ચીનથી આવેલા ફેબ્રિક્સનાં 100 કન્ટેનર લગભગ રૂ. 200 કરોડની કરચોરીની આશંકાથી સીલ કરી દેવાયાં છે. આ કન્ટેનરોમાં સસ્તું કાપડ હોવાનું દર્શાવીને મોંઘા ભાવનું કાપડ લવાયું હોવાની શંકાથી ડીઆરઆઇએ આ કન્ટેનર અટકાવીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ડ્યૂટીની વસૂલાત કરવામાં આવે નહીં ત્યાં સુધી કન્ટેનરને ક્લીયરન્સ મળશે નહીં. આ કન્ટેનરોમાં અંદાજે રૂ. 200 કરોડનું ફેબ્રિક્સ હોવાનું પ્રાથમિક તપાસમાં મનાઈ રહ્યું છે, જેની કાગળ પર કિંમત માંડ રૂ. 25 કરોડની આસપાસ દર્શાવાઈ છે. 


comments powered by Disqus