ભાવનગરની જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી દ્વારા 9થી 12 જાન્યુઆરી દરમિયાન ટેકમંજરી-2025 અંતર્ગત આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, મેનેજમેન્ટ અને ટેક્નોલોજી વિભાગના 700 વિદ્યાર્થીઓએ તેમના 150થી વધુ નવીનતમ સંશોધન પ્રોજેક્ટ અને સ્ટાર્ટઅપના અત્યાધુનિક વિચારો રજૂ કર્યા. મહોત્સવનું ઉદઘાટન સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડો. કિશન શ્રીનિવાસના હસ્તે કરાયું. મહોત્સવ અંતર્ગત એઆઇ, બ્લોક ચેઇન, સાઇબર સિક્યોરિટી, નિટેક, હેલ્થ ટેક, ફૂડ ટેક, બાયોટેક, ક્લીન એનર્જી, સ્માર્ટ સિટી ટેક્નોલોજી, આઇઓટી અને રોબોટિક્સ જેવાં ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવાયેલા 150થી વધુ પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કરાયા.

