ભુજઃ 26 જાન્યુઆરી 2001એ શુક્રવારની ગોઝારી સવારે કચ્છના સમગ્ર અસ્તિત્વને હચમચાવી ગયેલા ગોઝારા ધરતીકંપે અપાર દુઃખ આપ્યું છે. જો કે એ જ ભૂકંપની અમુક દેન પણ છે, જે માત્ર કચ્છને નહીં પણ સમગ્ર રાષ્ટ્રને સ્પર્શી રહી છે. ભૂકંપની 24મી વરસીએ જ અક નજર એ દિશામાં પણ કરીએ તો નરેન્દ્ર મોદી, જનધન ખાતાં, એનડીઆરએફ પુનર્વસન નીતિ સહિતના મુદ્દાનો સમાવેશ કરી શકાય. સુંદર આર્થિક ચિત્રમાં ઔદ્યોગિક ફાળો પણ ગણી શકાય.
આ વિનાશકારી ભૂકંપથી કચ્છને બેઠું કરવા રાજ્ય સરકારે NDRFની રચના કરી. કચ્છ હવે બેઠું થઈ રહ્યું છે અને દેશને વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનવામાં કચ્છ એન્જિન બનશે.

