અમદાવાદઃ અનેક કૌભાંડ આચરનારા પત્રકાર મહેશ લાંગા સામે રૂ. 40 લાખ પડાવી લીધા હોવાની વધુ ફરિયાદ એક ખેડૂતે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ભુવાલડીના ખેડૂત જનકભાઈ ઠાકોરની 2020માં મહેશ લાંગા સાથે મુલાકાત થઈ હતી. ત્યારે મહેશે પોતે રાજકીય વગ ધરાવતો અને પત્રકાર તરીકે નોકરી કરતા હોવાનું જણાવ્યું હતું. કોઈપણ ડખાવાળી જમીનની મેટર આવે તો તે મેટર હું નિકાલ કરી આપીશ તેવી વાત કરી ટુકડે-ટુકડે રૂ. 20 લાખ પડાવ્યા હતા. જે બાદ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી બીજા રૂ. 20 લાખ પડાવ્યા હતા.

