નવી દિલ્હીઃ સંયુક્ત સંસદીય સમિતિએ વકફ (સંશોધન) બિલ પર સત્તારૂઢ ગઠબંધન એનડીએના સુધારાઓને મંજૂરી આપી છે. સમિતિએ ભાજપના સભ્યો દ્વારા પ્રસ્તાવિત તમામ સુધારાને સ્વીકાર્યા, જ્યારે વિપક્ષી સાંસદોના સુધારાઓને નકારી કાઢ્યા. વિપક્ષી સાંસદોએ બિલની તમામ 44 જોગવાઈમાં સુધારાનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેનો દાવો હતો કે સમિતિ દ્વારા પ્રસ્તાવિત કાયદો મુસ્લિમ ધાર્મિક કેસમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ છે. ભાજપ સાંસદ જગદંબિકા પાલની સમિતિની બેઠકમાં વિપક્ષી સભ્યોએ જોરદાર વિરોધ કર્યો.

