અમે 3 વર્ષમાં યમુના સ્વચ્છ કરીશુંઃ શાહ

Wednesday 29th January 2025 04:47 EST
 
 

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપનું ત્રીજું સંકલ્પપત્ર જાહેર કરતાં અમિત શાહે કહ્યું કે, અમે ત્રણ વર્ષમાં યમુનાને સ્વચ્છ કરી બતાવીશું અને સાબરમતી રિવરફ્રન્ટની જેમ યમુના રિવરફ્રન્ટ બનાવીશું. ભાજપ ખોટાં વચનો આપતો નથી, જે કહે છે તે નિભાવે છે.

• રોહિંગ્યાને હવે થ્રી-લેયર વેરિફિકેશનથી શોધી કઢાશેઃ રોહિંગ્યા ઘૂસણખોરો પર નજર રાખવા શ્રી-લેયર વેરિફિકેશન સિસ્ટમ તૈયાર કરી છે. પહેલા અને બીજા તબક્કામાં એડવાન્સ ટેક્નોલોજીની મદદથી દસ્તાવેજોની ઓળખ કરાશે. ત્રીજા સ્તર પર કેન્દ્રની વિવિધ ટીમો ગ્રાઉન્ડ લેવલ પર કામ કરશે.

• એનેમી પ્રોપર્ટી પર સરકારનું મોટું પ્લાનિંગઃ કેન્દ્ર સરકાર ‘એનિમી પ્રોપર્ટી એક્ટ’માં ફેરફાર લાવવાની તૈયારી કરી રહી છે. આ ફેરફારો સરકારને દુશ્મન સંપત્તિ પર વધુ સત્તા આપશે. છેલ્લાં 6 વર્ષમાં કેન્દ્ર સરકારે રૂ. 3,494.93 કરોડની દુશ્મન મિલકતો વેચીને કમાણી કરી છે.

• મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લવાશેઃ 26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ટૂંક સમયમાં ભારત લવાશે. યુએસ સુપ્રીમ કોર્ટે ભારત-યુએસ પ્રત્યાર્પણ સંધિ હેઠળ રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. તહવ્વુર રાણાની 2009માં એફબીઆઇ દ્વારા ધરપકડ કરાઈ હતી.

• સુભાષચંદ્ર બોઝને રાષ્ટ્રપુત્ર ઘોષિત કરવા માગઃ 23 જાન્યુઆરીએ સુભાષચંદ્ર બોઝની 128મી જયંતી ઊજવવામાં આવી. આ અવસર પર ઓડિશા હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં માગ કરવામાં આવી છે કે સુભાષચંદ્ર બોઝને આધિકારિક રીતે રાષ્ટ્રપુત્ર ઘોષિત કરવામાં આવે.

• PM મોદી દુનિયાના અસલી બોસઃ ભારતની મુલાકાતે આવેલા ફિઝીના પ્રધાનમંત્રી સિટિવેની રાબુકાએ ભારતના પ્રધાનમંત્રી મોદીનાં ‘સબકા સાથ સબકા વિકાસ’ના મંત્રની પ્રશંસા કરી કહ્યું કે, તેઓ વિશ્વના અસલી બોસ છે.

• ભારતમાં 2024માં 113 લેમ્બોર્ગિનીનું વેચાણઃ ભારતમાં 2024માં રેકોર્ડ 113 સુપર લક્ઝરી કાર લેમ્બોર્ગિનીનું વેચાણ થયું છે. જે વર્ષ 2023ની સરખામણીએ થયેલા વેચાણમાં 10 ટકાનો વધારે છે.


comments powered by Disqus